મોરબી : વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીનું નિર્માણ કરનાર બૉલીવુડ નિર્માતા સંજય લીલા ભણસલીના પૂતળાનું આજે મોરબીના નહેરુ ગેટ ચોકમાં દહન કરી મોરબી જિલ્લા રાજપૂત સમાજે ફિલ્મને રિલીઝ નહિ થવા દેવા ચીમકી આપી હતી. ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલ પદ્માવતી ફિલ્મનો રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નહેરુ ગેઇટ ચોક ખાતે સંજય લીલા ભણસાલીના પુતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધુમાં રાજપૂત સમાજ દ્વારા મોરબીના થીયેટરમાં ફિલ્મ પદ્માવતી રીલીઝ નહિ થવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.