માળીયા : માળીયાના રોહિશાળા ખાતે રહેતી ભરવાડ મહિલા રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના રોહિશાળા ગામે રહેતા વિનુબેન સુનીલભાઇ હઽગારા, ભરવાડ ઉ.૨૨ ગત તા.૨૫ ના રોજ પોતાના ધરે રસોઇ બનાવતી વખતે શરીરે દાઝી જવાથી મોરબી શહેર ની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતાં જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં સીવીલ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. ઘટના અંગે પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.