મોરબી:મોરબીના ઘૂટું રોડ પર આવેલા આઇકોન સિરામિકના કારખાનામાં ગેસ ગળતર થતા ગૂંગળાઈ જવાથી મજુરી કામ કરતા શ્રમિક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ ઘૂંટુ રોડ ઉપર આવેલ આઇકોન સિરામિક નામના કારખાનામાં કામ કરતા મોહનભાઇ બાબુભાઇ માલવી ઉ.૨૬ નામના યુવાનને કારખાનામાં કામ કરતી વેળાએ ગેસ ગળતર થતા ગૂંગળાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત થવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.