માળીયામાં ટીવી-મોબાઈલ ચોરનાર બે ઝડપાયા

- text


માળીયા:માળીયા મિયાણામાં બે દિવસ પૂર્વે ઘરના ધાબા ઉપર સુતેલા ઘરધાણીને સુતા રાખી મોબાઈલ ચોરી પડોશીનું ટીવી ચોરાવા મામલે પોલીસે માળીયાના બે શખ્સોને દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

- text

જાણવા મળ્યા મુજબ માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળની ટીમે ચોરી સહિતના ગુન્હાનોના ભેદ ઉકેલવા તપાસ ચલાવી હતી જેમાં ગત તા. ૨૫ ના રોજ માળિયા પંથકમાં ધાબા પર સુતેલા જીતુભાઇ સોલંકીનો મોબાઈલ કીમત રૂપિયા ૫૦૦૦ અને સાહેદ ગુલામ સબીર મુસાભાઈના ઘરમાંથી એલ.ઈ.ડી. ટીવી કીમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ ૧૦,૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે માળિયા પોલીસે તપાસ ચલાવતા આરોપી મુકેશ ભારમલ સોઢા અને એહમદ રમજાન કટિયા રહે. બંને માળિયા વાળાને શંકાને આધારે દબોચી લઈને સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી.

- text