ગુન્હાનો ભેદ ઉકેલવાનું મુહૂર્ત કરતી મોરબી એલસીબી મોરબી:વાંકાનેરમાં બે દિવસ પહેલા કારીયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જાણવા મળ્યા મુજબ બે દિવસ પૂર્વે વાંકાનેરના ગ્રીન ચોકમાં ઠક્કર પ્રોવિઝન સ્ટોરમાંથી ૮૬૯૫૦ ની કિંમતનો કારીયાણાનો માલ ચોરાયો હતો, આ ચોરીની ઘટનામાં એલસીબીએ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ખાલીદબીન કાસમભાઈ આરબ અને શાહરુખ રફીકભાઈ આરબ નામના બંને શખ્સોને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12953,12954,12955,12956']