મોરબીમાં જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે પકડાયા

- text


મોરબી:મોરબી એ ડિવિઝન પોલિસે પાનની દુકાને જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી લેતા બુકીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં જીગ્નેશભાઇ ઉર્ફે જીગો નારણભાઇ પરમાર સહિતના બે શખ્સો મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર જાહેરમાં રોડ ઉપર પાનની દુકાનમા રહેલ ટીવીમા ચાલતી ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચ નિહાળીને ક્રીકેટ મેચમા ઓવરની સેસન્‍સ ઉપર રોકડ રૂપીયાના દાવના સોદા લખી હાર જીતનો જુગાર રમી રમાડી હારજીતના સોદા કરી કાગળની એક ચીઠીમાં સોદા લખી રહ્યા હોવાથી પોલીસે બન્ને ને રંગેહાથ ઝડપી લીધા હતા.
વધુમાં બન્ને આરોપીઓ પાસેથી પોલીસે ક્રિકેટ સટ્ટાનુ સાહિત્ય ચિઠઠી તથા બોલપેન, મોબાઇલ ફોન નંગ-૧ કિ રૂ-૫૦૦/- તથા રોકડ રકમ કિ.રૂ-૭૦૦૦/- મળી કુલ રૂ- ૭૫૦૦/- મુદામાલ સાથે મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકના જમાદાર મણિલાલ ગામેતી વધુ તપાસ કરી રહ્યા છે.

- text