માળીયામાં ઘરધણી સુતા રહ્યા અને તસ્કરો મોબાઈલ-ટીવી ચોરી ગયા

- text


માળીયા:માળીયા મિયાણામાં તસ્કરો ઘરધણીને સુતા રાખી ટીવી-મોબાઈલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ માળીયામાં રહેતા જીતુભાઇ દાનભાઈ સોલંકી ઘરના ધાબા ઉપર સુતા હતા ત્યારે ચોર તેમનો મોબાઈલ ચોરી કરી ગયા હતા અને સાહેદ સબીરભાઈ ગુલાભાઈના ઘરમાંથી ૫૦૦૦ ની કિંમતનું ટીવી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઘટના અંગે માળીયા પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text