ટંકારા : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગઈકાલે ૬૬-ટંકારા-પડધરી મતવિસ્તારના કાર્યકર્તાઓ માટે ટંકારા ખાતે સ્નેહ મિલન યોજાયું હતું. નૂતન વર્ષને વધાવવા અને એક મેકને શુભેચ્છા પાઠવવા ગઈકાલે ટંકારા ખાતે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન યોજાયું હતું જેમાં ટંકારા-પડધરી મતક્ષેત્રના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12858,12859,12857']