મોરબી મોબાઈલ ટાવરની બેટરી ચોર પકડાયા

- text


પોલીસે ૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ને પકડયા

મોરબી : મોરબીમાં મોબાઈલ કંપનીના ટાવરમાંથી બેટરી ચોરાવા મામલે બે આરોપીઓને લાખો રૂપિયા મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે બે દિવસ પહેલા ખાનગી ઈન્ડેક્સ મૉબાઈલ કંપની માં નોકરી કરતા અશોક પાલજીભાઈ રાઠોડે ફરીયાદ નોંધાવી હતી કે ગત.તા.૬ થી ૧૩ ઓક્ટોબર સુધીમા તેની જવાબદારી હેઠળ રહેલા ઈન્ડેક્સ મૉબાઈલ ટાવર કંપનીની ચેમ્બરમા ઉપયોગ થતી ૨૪  બેટરીઓ માંથી એચબીએલ કંપની ની રૂપીયા ૧૧૫૦૦૦/-  ની કિંમતની ૨૩ મોંઘી દાટ બેટરીઓ અજાણ્યા શખ્સ ચોરી ગયા હતા.
જેમા આજે મોરબી તાલુકા પોલીસે ૨૩ બેટરીઓ સાથે મનસુખ મોહન પાડલીયા જાતે પટેલ અને હકા કુકા પરેચા રહે. બંન્ને આરોપીઓ ધરમપુર તા.મોરબી વાળા ને ચોરી ના ગુના મા ધરપકડ કરી કૉર્ટ મા રજુ કરતા કોર્ટે બંન્ને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

- text

- text