મોરબી:મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકો દ્વારા સ્વહસ્તે બનાવાયેલા ૧૦૦૦થી વધુ દિવાળીકાર્ડનું કલેક્શન કરી શુભ સંદેશો સરહદે ફરજ બજાવતા જવાનોને મોકલાયા છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દિવાળીની શુભકામનોઓ પાઠવવા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં “સરહદોના સિંહને શુભકામના સંદેશ” ઝૂંબેશ દ્વારા ભારતીય સેનાના વીર જવાનો અનેક વિષમ પરિસ્થિતીમાં પણ કોઈ પણ ભોગે માત્ર દેશસેવા કાજે જીવન જોખમે સરહદોની રક્ષા કરી તમામ ભારતીયોને નિર્ભયપણે આનંદપૂર્વક તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવાનો સલામત મોકો આપીને નિસ્વાર્થ બલિદાન આપતા સેનિકો ને યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા મોરબી ની જનતાને દિવાળી તહેવાર નિમિતે શુભકામના સંદેશો પાઠવવા અપીલ કરવામાં આવી હતી. જે ને પગલે મોરબી ની આર્દશ સોસાયટી , બગથળા ગામ , મોરબી ની જુદી જુદી સ્કૂલ “સરહદોના સિંહને સંદેશ” નામની ઝૂંબેશ અંતર્ગત આશરે ૧૦૦૦ થી વધુ સુંદર રીતે અને ખુબ જ મેહનત થી બનાવેલ શુભકામના સંદેશોનું કલેક્શન કરીને કાશ્મીર સરહદે સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર ગલેશિયાર આર્મી બેસ કેમ્પ ખાતે તથા વિવિધ યુદ્ધક્ષેત્ર ફરજ બજાવતા ભારતીય આર્મી જવાનોને શુભકામનાઓના સંદેશ સાથે ભાવનાત્મક સંદેશાઓ પાઠવામાં આવ્યો છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='12642,12643,12644']