વર્ષ ૨૦૧૬નો પાકવિમો અન્ય તાલુકાઓમાં ચૂકવાઈ ગયો! તો મોરબી ને કેમ નહિ? મોરબી:મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વર્ષ ૨૦૧૬ના પાક વિમાના નાણાં તાકીદે ચૂકવવા મંગની ઉઠાવવા માં આવી છે. મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લા સિવાય અન્યત્ર પાક વીમાના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે તો મોરબી જિલ્લાના ખેડૂતોને અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે. વધુમાં ખેડૂતોને ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે વ્યાપક નુકશાન સહન કરવુ પડ્યું હોય તાકીદે વર્ષ ૨૦૧૬ના પાક્વીમાના નાણાં ચૂકવી દેવા રજૂઆતના અંતે માંગ ઉઠાવવામાં આવી હતી.