ગરવા ગુજરાતની નાટ્યકલાનો વારસો જીવંત રાખવા ફક્ત ૧૦ દિવસની મહેનત કરી યુવાનોએ સૌને મંત્ર મુગ્ધ કર્યા મોરબી:મોરબી નજીકના શિવનગર ગામના ૨૪ વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનોએ નાટ્યકલાનો વારસો જાળવી રાખવા ફક્ત દશ દિવસની મહેનત કરી ઐતિહાસિક નાટક મહાભારત અને અન્ય એક કોમેડી નાટક રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોરબી નજીકના શિવનગર (પંચાસર) ખાતે તા.૧૭ ઓક્ટોબરના રોજ ઐતિહાસિક નાટક મહાભારત ગામના ૨૪ વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને સીરામીકમાં જતા ગામના નવયુવાનો દ્વારા ફાળો એકઠો કરવા માટે નહીં પરંતુ સમાજને સંદેશો આપવા તથા આપણી ભુલાઇ ગયેલી સંસ્કૃતિનું પૂન:રુત્થાન કરવા માટે આ પ્રકારના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક નાટક મહાભારતની સાથે-સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'કંકુ કજીયારી' પણ હતું. આ નાટક માત્ર ૧૦ જ દિવસની ટ્રેનિંગ અને અથાગ મહેનતના પ્રતાપે નવયુવાનો દ્વારા ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. નાટક જોવા માટે અંદાજે ૨૦૦૦ થી પણ વધુ ગ્રામજનો અને બહારથી મહેમાનો પધાર્યા હતા. આ નાટક ભજવવાની શૈલીમાં, સરળ અને સચોટ સ્પીચ હોવાને કારણે તમામ દર્શકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. આ નાટકના પૂર્વ આયોજન રૂપે અન્ય નવયુવાનોએ ખૂબ મહેનત કરી આયોજન પૂરું પાડ્યું હોવાનું વિપુલભાઈ કાનાણીની યાદીમાં જણાવાયું હતું