મોરબી:મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી મહિલાના માથા ઉપર પથ્થર પડતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોટ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સિવન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતી રૂમાબેન ગુડુભાઈ ઉદેશી આદિવાસી (ઉ.૨૫) ઉપર ગત તા.૮ ના રોજ સિમેન્ટ કામ કરતી હતી ત્યારે વજનદાર પથ્થર પડતા તેને ગંભીર ઈજાઓ પહોચતા પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાંઆવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.આં અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાયર્વાહી હાથ ધરી છે.