રંગપર બેલા મર્ડર કેસમાં બાવાજી યુવાનની માતાએ બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર શનિવારે અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા પ્રકરણમાં તાલુકા પોલીસે મૃતકના માતાની ફરિયાદના આધારે બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.રિક્ષામાં કાવો મારવા મુદ્દે મુસ્લિમ સખખસ અને એક અજાણ્યાંએ બાવાજી યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલવા પામ્યું છે. ગઈકાલે મોરબીના રંગપર બેલા રોડ ઉપર વેન્ટો સીરામીક નજીક અંદાજે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ડાબા પડખામાં છરીના ઘા ઝીકી શનિવારના રોજ હત્યા કરી નાખવામાં પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવાન મૂળ વિરમગામના સુરજગઢનો વતની શૈલેશદાસ કેશવદાસ બાવાજી હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી ડાભીએ જણાવ્યું હતું કે મૃતક શૈલેષદાસ બાવાજી મોરબીમાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો અને મૂળ સુરજગઢ વિરમગામનો રહેવાસી છે. દરમિયાન આ હત્યા મામલે મૃતક યુવાનની માતા ભાવનાબેન કેશવદાસ બાવાજી (ઉ.વ.૫૧) ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો દીકરા શૈલેશને અગાઉ રીક્ષામાં કાવો મારવા બાબતે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી અહેમદ રફીક મેમણ રહે. મોરબી અને એક અજાણ્યો ઇસમ એ બંને શખ્શો ગત રાત્રીના બાઈક લઈને તેનો પીછો કરીને બેલા નજીક બોલાચાલી કરીને છરી વતી ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજયું છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.