મોરબી:મોરબીના સનાળા ગામે આવેલ ટોબરી હનુમાનજી ગૌશાળાના લાભાર્થે આગામી તા.૨૧ને શનિવારના રિજ રાજપર કુંતાશી ગામે નાટક યોજવામાં આવશે. જય અંબે ગૌસેવા યુવક મંડળ અને સમસ્ત રાજપર કુંતાસી ગામ દ્વારા તા.૨૧ ને શનિવારના રોજ ટોબરી હનુમાનજી ગૌશાળા સનાળાના લાભાર્થે સમ્રાટ શ્રી હર્ષ યાને ગરીબો નો બેલી અને હાસ્ય નાટક દીકરો દયાવાન રજૂ કરવામાં આવશે. જેથી ધર્મપ્રેમી જનતાએ આ અવસરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.