૧૬મીએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા : તડાફડીના એંધાણ

- text


મોરબી:આગામી તારીખ ૧૬ ઓકટોબરના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી છે,આ સભામાં કોંગ્રેસના બાગી સભ્યોને કારણે તડાફડી બોલે તેવી શકયતા જોવાઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ આગામી ૧૬ ઓક્ટોબરનાં રોજ જિલ્લા પંચાયત મોરબીની સાધારણ સભા બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા પંચાયત સભાખન્ડમાં સામાન્ય સભા રાખવામાં આવી છે. આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ વિરુદ્ધ વિકાસ કમિશનરમાં જી સ્ટે લાવનાર સભ્યો દ્વારા નવા જૂની કરવામાં આવે તેવું મનાય રહ્યું છે.
આ સંજોગોમાં જિલ્લા પંચાયતની સાધારણ સભામાં દિવાળી ટાણે બાગી સભ્યો તડાફડી બોલાવે છે કે સુરસૂરિયા કરે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે.

- text

- text