હળવદમાં મંદ બુદ્ધિના બાળકોએ બનાવેલા કલાત્મક કોડિયાનું વેચાણ

- text


ઇન્ટરેકટ કલબ હળવદ અને રોટરી ક્લબનું આયોજન

હળવદ:ઇન્ટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા દીપાવલીના શુભ અવસરે મંદબુધ્ધિના બાળકો દ્વારા બનાવેલ કલાત્મક મીણ ભરેલા કોડિયા નું પડતર ભાવથી વેચાણ કરવામાં આવશે.

જીવન સ્મૂર્તિ મંદ બુદ્ધિની તાલીમી શાળા વઢવાણ ના બાળકો દ્વારા તૈયાર કરેલ મીણ ભરેલા સુંદર અને કલાત્મક કોડિયાનું આવ્યા ભાવથી વેચાણ કરવાનું રોટરી પરિવાર હળવદ દ્વારા આવા બાળકોની કલા અને મહેનત ને પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેનો અચૂક અને વધુંમાં વધુ લાભ લેવા અને લેવડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. એક બોક્સ માં ૬ નંગ કોડિયા આવશે.
એક બોક્સની કિંમત ૬૦ રૂપિયા રાખવામાં આવી છે

હળવદ ખાતે આ કોડિયાનું વેચાણ કરવાનું શરૂ કરાયું છે જેમાં,જેનિલી કટલેરી સ્ટોર, મેઈન બજાર, ભટ્ટફળી પાસે.હળવદ,જનરપ હાર્ડવેર, લક્ષ્મી લોજ પાસે, સ્ટેશન રોડ હળવદ ખાતે મળશે

મંદ બુદ્ધિના બાળકો દ્વારા બનાવાયેલ આ કોડિયા ખરીદી “દીપ આપને આંગણે પ્રગટશેને જીવન જરૂરિયાતમંદ નું ઝળહળતું બનાવશે” એ ઉક્તિને સાર્થક કરવા પ્રેસિડેન્ટ, અનંત અઘારા અને સેક્રેટરી, કરણ ચાવડા ની યાદીમાં જણાવાયું છે.

 

- text