મોરબી:આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૧૫૧ પોલીસ ઇન્સ્પેકટરોની બદલી અંગે હુકમ કરાયા હતા જેમાં વાંકાનેર પીઆઇ ચંદ્રવાડિયાની રાજકોટ ખાતે બદલી કરી ચાર નવા પીઆઈની મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા બદલી ઓર્ડર અંતર્ગત અમદાવાદ ફરજ બજાવતા આર.કે.ઝાલા,સીઆઇડી રાજકોટના દાફડા,ઇન્ટેલિજન્સ વિભાગના આઈ.એચ કોંઢિયા અને બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા એચ.એન રાઠોડને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે જ્યારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચંદ્રાવાડીયાની રાજકોટ બદલી કરવામાં આવી છે.