માળીયા:માળિયા મીંયાણાના મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિના ઉમદા હેતુંને ધ્યાનમાં રાખી સ્વચ્છતા વિષય પર રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ ૧ થી ૮ વિદ્યાર્થીઓએ કુલ ૮ ટીમમાં સ્વચ્છતાના સંદેશ આપતી રંગોળીનું નિર્માણ કર્યું હતું અને સાથે વિદ્યાર્થીઓએ દિવાળીના તહેવારે પોતાના ઘરે આવીજ રંગોળી કરવાનું વિચારી લીધું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન ઇનામો આપવમાં આવ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12287,12288,12289,12290,12291,12292']