વર્લ્ડ સેરેબલ પાલસી ડે ઉજવણી અંતર્ગત પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો મોરબી:દરેક માતા પિતા માટે પોતાનું સંતાન પ્રાણથી પણ પ્યારું હોય છે એમ પણ જો સંતાન મનોવિકલાંગ અવતરે તો માવતર ઈશ્વરની જેમ તેનું જતન કરતા હોય છે,મોરબીમાં વર્લ્ડ સેરેબલ પાલસી ડે ની ઉજવણી અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા દિવ્યાંગ બાળક પાછળ જિંદગી ન્યોછાવર કરી દેનાર માવતરોનું અદકેરું સન્માન કરી તેમને સમાજના આદરણીય વ્યક્તિ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું. મોરબીની સેવાભાવી સંસ્થા યંગઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિઝિયીથેરાપી ક્લિનિક દ્વારા રવાપર રોડ ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકોનો કાળજી પૂર્વક ઉછેર કરતા માતા પિતાને સમાજમાં વિશેષ ગૌરવ આપવામાં માટે વિશિષ્ટ વાલી પ્રેરણા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડો.ભાવેશ ઠોરિયા તથા તેમના ફિઝિયીથેરાપીસ્ટ ટીમના ડોક્ટરો,દેવેન રબારી,યુનુસ શેખ,શૈલેષ રાવલ અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ૫૦ થી વધુ દિવ્યાંગ બાળકોના માતા પિતાનું ઉમંગ ઉત્સાહ ભેર સન્માન કરવામાં આવ્યું હતું,તેથીએ માવતરોએ પણ ધન્યતા અનુભવી હતી.આ તકે દિવ્યાંગ બાળકોને તથા તેમના માતાપિતાને રચનાત્મક પ્રવૃત્તિ કરાવી બાળકોને સંસ્થા દ્વારા નિજનન્દ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો.ભાવેશ ઠોરિયા અને દેવેન રબારીએ જણાવ્યું હતું કે દરેક સંતાનો માતા પિતા માટે ઈશ્વર સમાં જ હોય છે અને બાળકની પરવારીશ કરી બાળક મોટું થયે સમાજ માં કીર્તિ ફેલાય તે માટે બનતા તમામ પ્રયાસો કરે છે પરંતુ જ્યારે દિવ્યાંગ બાળકનો જન્મ થાય છે ત્યારે માવતર જરાપણ કટુતા રાખ્યા વગર આ બાળકને ઈશ્વરની ભેટ ગણી એમનું જતન કરવા પોતાના જીવનની આહુતિ આપતા ખચકાતા નથી ઘણા કિસ્સામાં કેટલાક બાળકોને તો સાચવવા ખૂબ જ કઠિન હોવા છતાં જરા પણ નાસીપાસ થયા વગર માતાપિતા આવા બાળકોની કાળજી પૂર્વક સાર સંભાળ રાખી જરાપણ માનસિક તાણ અનુભવ્યા વગર પ્રેમ ઉષ્મા આપ્યા રાખ છે,તેથી આવા માવતરનું સન્માન કરવું એ અમારા માટે ગૌરવની બાબત હોવાનું જણાવ્યુ હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12234,12228,12229,12230,12233,12231,12232,12235']