આરએસએસ કાર્યકરો દ્વારા પથ સંચલન કરાયું મોરબી:રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી વિભાગ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિધ્યામંદિર ખાતે સંઘદર્શન સંગમ કાર્યક્રમ યોજાયો હતો આ તકે આરએસએસ કાર્યકરોએ શિસ્તબદ્ધ પદ સંચલન પણ કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંઘદર્શન સંગમ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહક સુનિલ મહેતા,સહપ્રચારક મહેશ જીવાણી,સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા તથા ૧૪ વર્ષથી લાઇ ૮૦ વર્ષના ૫૬૪ કાર્યકરોએ હાજરી આપી હતી. આ તકે સુનિલ મહેતાએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારો અને વ્યક્તિમાં થતા ૧૬ સંસ્કારો વિજ્ઞાન સાથે જોડાયેલા છે.વર્ષો પહેલા ભારત વિશ્વને માર્ગદર્શન આપતું હતું અને ફરી પાછો એ સમય પાકી ગયો છે.આ માટે સૌએ સાથે મળી ભારતને વિશ્વકક્ષાએ અંકિત કરવા પર ભાર મુકયો હતો. આ તકે તેમને સંયુક્ત કુટુંબપ્રથાને સંસ્કારોની યુનિવર્સીટી ગણાવી બહેનોને સંયુક્ત કુટુંબ ભાવના આગળ વધારવા પર મુક્યો હતો અને બહેનોને સંઘમાં જોડાવા આહવાન કર્યું હતું સંઘદર્શન સંગમ કાર્યક્રમના અંતે પથ સંચલન કરાયું હતું અને સામાકાંઠા વિસ્તારની બહેનો દ્વારા રસોઈ કરી સંઘના કાર્યકરોને જમાડવામાં આવ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='12248,12249,12250']