ટ્રક-દારૂ, બિયર સાથે રૂપિયા ૩૬૫૦૭૦૦ નો મુદામાલ જપ્ત કરતું આર.આર.સેલ મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આર આર સેલએ બાતમીના આધારે ટ્રકને રોકી ચેકિંગ કરતા ૬૦૦ પેટી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલને હરિયાણાથી ગુજરાતમાં દારૂ બિયરનો મોટો જથ્થો ઘુસાડવામાં આવનાર હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા હરિયાણા પાસિંગનો ટ્રક નંબર - એચઆર ૪૬ઇ ૮૪૧૬ નીકળતા તલાશી લેતા ઈગલિસ દારૂ નંગ ૬૦૦૦ - કિમત - ૨૪૦૦૦૦૦,બિયર ટીન નંગ ૨૪૯૬ - કિમત - ૨૪૯૬૦૦ તથા ટ્રક કિમત ૧૦૦૦૦૦૦ સાથે કુલ ૩૬૫૦૭૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુમાં આર.આર.સેલ દ્વારા દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે એક નાસી છૂટ્યો હતો એ મામલે પોલીસે અતરામ રામપત થતા અદિરામ યાદવ રહે.સાપકા ગામ,હરીયાણા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.