હળવદ:હળવદ મોરબી રોડ પર મેરૂપર ગામ નજીક બોલેરો ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ભરવાડ યુવાનનું મોટ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગમે રહેતા રૈયાભાઈ કાળાભાઈ ભરવાડે જી.જે.૧૨ સીપી ૧૦૨૫ નંબરની બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સાહેદ મુકેશ તથા સાહેદના ભાઈ ના મો.સા.ને હડફેટે લઈ પાડી દઈ સાહેદોને નાની મોટી ઈજાઓ કરી સાહેદના ભાઈ નું મોત નીપજાવી ગાડી રેઢી મુકી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે હળવદ પોલિસે ગુન્હો નોંધી નાસી છુટેલ ગાડી ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.