- text
મોરબી:મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિલા બેભાન થઈ જતા તેંમને સારવાર માટે પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગીતાબેન ગુલાબભાઈ લાંબા સમયથી બીમાર રહેતા હોય ગઈ કાલે બેભાન હાલતમાં મોરબી સિવિલમાં ખસેડાયા હતા.બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બી ડિવિઝન પોલિસે એ.ડી.નોંધી છે.
- text