- text
કોંગ્રેસ કાર્યાલય મંત્રી દ્વારા નર્મદા જળસંપતિ વિભાગના સચિવને લેખિત રજુઆત
મોરબી: હવે ચોમાસાએ સતાવાર રીતે વિદાય લીધી છે ત્યારે મોરબી જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક માટે સમયસર નર્મદા કેનાલનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ નર્મદા જળસંપતિ વિભાહના સચિવશ્રીને લેખિત રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રમાં છે. ખેડૂતોએ વાવેતર કરેલ છે. ભગવાનની કૃપાથી મોલાત પણ સારી છે. આવા સાનુકુળ સંજોગો હોવાથી ખેડૂતોમાં સારું વર્ષ પાકવાની આશા બંધાણી છે. ત્યારે હવે એક છેલ્લું પાણ જો મળે તો ખેડૂતોનું વરસ ૧૬ આની પાકે તેવા સંજોગો છે. તો આ તકે અમારી માંગણી છે કે, તાત્કાલિકના ધોરણે ખરીફ પાકના ઈરીગેશન માટેનું આયોજન કરવામાં આવે. કેનાલો રીપેર કરવામાં આવે અને ખેડૂતો પાસેથી સિંચાઈ માટેની માંગણીના ફોર્મ મંગાવવામાં આવે અને આવું આયોજન કરી સમયસર સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સારો એવો લાભ થાય તેમ છે. તો આ બાબતે સત્વરે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.
- text
આ ઉપરાંત આગામી રવિ સીઝન માટેનું આયોજન પણ કરવા તેમજ જે ડેમોને સૌની યોજના થકી જોડવાનું કામ પૂર્ણ થયેલ છે. તે ડેમોમાં જેમ જેમ પાણી ઓછું થાય તેમ તેમ પાણીથી ભરીને ડેમોને ફૂલ રાખવામાં આવે અને રવિ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન વહેલાસર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી. આ ઉપરાંત નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પણ ખરીફ તેમજ રવિ સીઝન માટે સિંચાઈનું આયોજન કરી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અમારી માંગણી છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય આયોજન કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
- text