મોરબી:આગામી તારીખ ૮ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત ગૌરવયાત્રા મોરબી જિલ્લામાં આવનાર હોય તેના આયોજન સંદર્ભે વાંકાનેર ખાતે ભાજપ અગ્રણીઓની મિટિંગ મળી હતી. જાણવા મળતી વિગતો મુજબ આગામી તારીખ ૮ ના રોજ સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત ગૌરવ યાત્રા સવારે ચોટીલાથી શરૂ થઈ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જોધપર ગમે સવારે ૧૧.૧૫ કલાકે આગમન કરશે અને ત્યાંથી લાલપર.વાંકાનેર,ઢુંવા,મકનસર,લાલપર થઈ મોરબી ખાતે પહોંચશે ત્યાર બાદ આ યાત્રા વિરપર,ધ્રુવનગર અને ટંકારા થઈ પડધરી જશે. ગુજરાત ગૌરવ યાત્રા સંદર્ભે વ્યવસ્થાપન માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની અધ્યક્ષતામાં વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે મિટિંગ માલી હતી જેમાં દિનુભાઈ વ્યાસ,ધર્મેન્દ્રસિંહ જાડેજા,ઇન્દુભા જાડેજા,સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11856,11857,11858']