ગુજરાતી ચેનલ પર ધુમ મચાવતિ ગુજરાતી સિરીયલ તારક મેહતા લોકોના દિલમાં ધર કરી બેઠી છે ત્યારે આજના યુગમાં કુંટુબ સાથે જોવાલાયક સિરીયલો ઓછી થતી જાય છે ત્યારે પરીવારના સભ્યો સાથે જોવાલાયક સિરીયલ તારક મહેતા ના ઉલટા ચસમાંના કલાકરો મોરબી આવતા લોકો નટુકાકાને અને બાધાને જોવા ઉમટી પડ્યા હતા મોરબીમાં આવેલ પાટીદાર નવરાત્રી મોહત્સવ અને ત્યાર બાદ ઉમા ટાઉનસીપ ખાતે તારક મેહતાની ટીમના નટુકાકા અને બાધાને બોલવામાં આવ્યા હતા નવરાત્રીમાં બાધાએ અને નટુકાકાએ લોકોને મોહીત કર્યા હતા અને પોતાના સાથી કલાકાર પત્રકાર પોપટલાલ માટે કન્યા નહી પણ સુસિલ અને સંસ્કારી આંન્ટી ગોતી આપવાનુ પણ કહ્યુ હતુ આવતી સાલ બાધો પોતાની અર્ધાંર્ગીની સાથે આવે તેવી પણ લાગણી વ્યકત કરી હતી મોરબીના લોકો બાધાની ચાલ જોવામાટે ઉમટી પડ્યા હતા તો બીજી તરફ નટુકાકની વાણી સાંભળીને લોકો મોહીત થઈ ગયા હતા મોરબી અપડેટ ની ટીમ સાથે ખાસ વાતચીતમાં નટુકાકા અને બાધાએ જણાવ્યુ હતુ કે મોરબીની જનતા સાથે મળી ખુબ જ આંનદ મળ્યો હતો આવતા સમયમાં પુરી ટીમ મોરબીની મુલાકત લેશુ તેમ પણ જણાવ્યુ હતુ [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11814,11815,11816']