જીએસટીના દરોડા બાદ સીરામીક એસોસિએશન હજુ પણ કડક હાથે ચેકીંગ કરવા સૂચવ્યું જીએસટી કાયદો લાગુ પડ્યા બાદ પહેલી વખત જ મોરબી સીરામીક ફેક્ટરીમાંથી ૫૮ લાખની જીએસટી ચોરી પકડતા સીરામીક એસોસિએશન દ્વારા દરોડાની કાર્યવાહીને યોગ્ય ગણાવી સરકાર કબૂતર બીલમાં વેપાર કરનાર પર તવાઈ ઉતારે તેવી માંગણી કરી છે. જીએસટી દરોડા અંગે પ્રતિક્રિયા આપતા સીરામીક એશોસીએસન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા ચેકીંગ ચાલુ છે તેમ છતા જો કોઇ પણ કરચોર હોય તેને પકડવા જ જોઈએ. વધૂમા તેઓએ ઉમેર્યું હતું કે જીએસટી ના કાયદા એટલા ગંભીર છે કે જો તેમાં કોઇ પકડાશે તો જેલ સુધી ની સજા અને પેનલ્ટી પણ બહુ જ છે ત્યારે એશોસીએસન ની જવાબદારી છે કે તેમના સભ્યોને તેનાથી બચવા સાચા રસ્તે જવા માટે પ્રેરણા આપે અને આ કામગીરી એસોસિએશન કરી જ રહ્યું છે. આ સંજોગોમાં અંતે તેઓએ જણાવ્યું હતું કે જીએસટી ચોરીના આ કેસમાં હજુ વધુ કડક તપાસ કરી અને હાઇવે પેટ્રોલીગ ચાલુ કરવા જોઇયે અને ખાસ કરીને કબુતર બીલ પર વેપાર કરનાર તત્વો પર તવાઇ કરવી જોઇએ