રાજ્યના ૭૯ મામલતદારોની બદલી મોરબી:આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઈ રાજ્ય સરકાર દ્વારા ૭૯ મામલતદારોની બદલી હુકમ કરાયા છે,જેમાં મોરબી જિલ્લાના ટંકારા અને હળવદ મામલતદારની બદલી કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આજે ૭૯ મામલતદારોના બદલી હુકમ કરાયા છે જેમાં ટંકારા મામલતદાર એ.એમ.ક્લાસવાને જામજોધપુર મુકવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને જામજોધપુરથી બી.કે.પંડ્યાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત હળવદ મામલતદાર તરીકે પોરબંદર મામલતદાર પી.એમ.મકવાણાને મુકવામાં આવ્યા છે.