માળીયા:માળીયા મિયાંણા કન્યા શાળા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માં નવદુર્ગાની ભક્તિ માટે સમગ્ર દેશ-દુનિયામાં નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શક્તિપર્વની માળીયા-મિયાંણા કન્યા શાળા ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવમાં કન્યા શાળાની દીકરીઓની સાથે-સાથે તમામ શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ રાસગરબા રમી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી.