મોરબી:આગામી રવિવારે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે મગજ અને કરોડરજ્જુને લાગતી બીમારીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. ક્રિષ્ના હોસ્પિટલ ખાતે યોજાનાર આ ફ્રી ન્યુરો સર્જન કેમ્પમાં મગજ અને કરોડરજ્જુની ઝેરી તથા બિનઝેરી ગાંઠ,માથા તથા કમરની દરેક પ્રકારની ઇજા,મગજમાં પાણી ભરવું,મગજમાં લોહી ન પહોંચવું,કમરનો દુખાવો,મણકાની ગાદી ખસી જવી,ખેંચ-આંચકી તેમજ બાળકોને જન્મજાત મગજ અને કરોડરજ્જુની ખોડખાંપણ અંગે સંપૂર્ણ પણે વિનામૂલ્યે નિદાન નિષ્ણાત ડો.સચિન વી.ભીમાણી કરશે. આથી આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ,મહેશ હોટલ પાછળ,સનાળા રોડ મોરબી ખાતે બપોરે ૩ થી ૫ ના સમયગાળામાં કેશ લખાવી દેવા યાદીમાં જણાવાયું છે.