મોરબીમાં ઘરની સામે ટૂંકા કપડાં પહેરી બેસવાની ના પાડતા પરપ્રાંતીય શખ્સે મહિલાનો હાથ ભાંગી નાખ્યો

- text


મોરબીના ગોકુલનગરમાં પ્રજાપતિ મહિલાના ઘર સામે ટૂંકા કપડાં પહેરીને બેસી રહેતા પરપ્રાંતીય શખ્સને ઠપકો આપવા જતા આ શખ્સે મહિલા સાથે ઝઘડો કરી હાથ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોકુલ નગર વિસ્તારમાં ગઈકાલે મંજુલાબેન ધીરુભાઈ રાઠોડના મકાન સામે ટૂંકા કપડાં પહેરીને બેઠા રહેતા મનિષસિંગ રાવીન્દ્રસિંગ નામના હિન્દીભાષી શખ્સને પોતાના ઘર સામે નહીં બેસવા સમજાવવા જતા ફરિયાદી મંજુલાબેન રાઠોડના પુત્ર સાથે આ પરપ્રાંતીય શખ્સે ઝઘડો કર્યો હતો.
બાદમાં આ ઝઘડો થતો જોઈ મંજુલા બેન તથા તેમના પતિ ધીરુભાઈ છોડાવવા જતા આરોપી મનીષસિંઘે મંજુબેનને ધક્કો મારી પછાડી દેતા તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું.
આ મામલે મીરબી તાલુકા પોલીસ મથકમાં મંજુલાબેન રાઠોડે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- text