લજાઈ ગામે ગૌસેવાના લાભાર્થે યુવક મંડળ પ્રખ્યાત નાટક રજૂ કરશે

- text


ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા ૫૧ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ

લજાઈ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ લજાઈ યુવક મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે આગામી તા.૨૩ને શનિવારના રોજ પ્રસિદ્ધ નાટક દક્ષ યજ્ઞ અને ઉમા સતીનો અગ્નિ પ્રવેશ રજૂ કરવામાં આવશે.

- text

આજથી ૫૧ વર્ષ પૂર્વે ૧૯૬૭માં લજાઈ ગામ સમસ્ત દ્વારા કરાયેલા સંકલ્પને આજે પણ પરિપૂર્ણ કરી ગૌવંશને કતલખાને જતું બચાવવા ગૌ સેવાનો અનોખો યજ્ઞ ચલાવવામાં આવે છે. આ સેવા યજ્ઞના ભાગરૂપે નિરાધાર, અંધ, અપંગ ગાયોની સેવા કરવા માટે દરવર્ષે નવરાત્રીમાં લજાઈ ગામના યુવક મંડળ દ્વારા નાટક રાજુ કરી ફાળો એકત્રિત કરવામાં આવે છે, અને ગૌ સેવાના લાભાર્થે યોજાનાર આ નાટક જોવા અપીલ કરી ગાયોના લાભાર્થે ફાળો આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લજાઈ ગામે ગૌશાળામાં ફાળો આપવા માટે ગૌ સેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈ અથવા સદગુરુ ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડન પ્લાઝા, શનાળા રોડ મોરબી સંપર્ક સાધવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

- text