પોલીસના સરપ્રાઈઝ ચેકીંગ માં સ્કૂલો નજીક પડ્યા પાથર્યા રહેતા રોમિયો અંટાયા મોરબી:મોરબીમાં સ્કૂલો નજીક પડ્યા પાથર્યા રહેતા લુખ્ખા રોમિયો આજે એ ડિવિઝન પોલીસની ઝપટે ચડી જતા પોલીસે જાદુઈ પ્રસાદી ચખાડી આવરાતત્વોના શરીરમાંથી રોમિયોગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં નવા બસસ્ટેન્ડ પાછળ આવેલી કન્યાશાળા તેમજ અન્ય સ્કૂલો નજીક આવરાતત્વો અને રોડ રોમિયોનો ત્રાસ દિવસે-દિવસે વધતો હોવાની ફરિયાદને પગલે આજે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફે સરપ્રાઈઝ ચેકીંગ કરતા રોડ રોમિયોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે સ્કૂલો નજીક પડ્યા પાથર્યા રહી બહેનો દીકરીઓની છેડતી કરતા અનેક લુખ્ખા શખ્સો પોલીસની ઝપટે ચડી જતા પોલીસે જાહેરમાં સરભરા કરી પ્રસાદી ચાખડતા રોમિયો રોમિયોગીરીને સદા-સદા માટે ભૂલી જઈ પોલીસ સમક્ષ છોડી મુકવા કાકલૂદી કરી હતી. [caption id='attachment_4926' align='aligncenter' width='300'] પ્રતીકાત્મક ફાઈલ તસ્વીર[/caption]