મોરબી:મોરબી બાયપાસ ઉપર ગઈકાલે હાથ ઉછીના લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી ખોજા અને ભરવાડ શખ્સે લોહાણા પ્રૌઢને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે . જાણવા મળતી વિગતો મુજબ પંકજભાઇ પ્રમોદભાઇ રાચ્છ જાતે લુહાણા ઉવ.૫૪ ધંધો નિવૃત રહે.મોરબી વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર વાળાએ અગાઉ શાહબુદીનભાઇ રહેમતુલા સુરાણી જાતે ખોજા પાસે થી હાથ ઉછીના રૂ.૫૦ હજાર લઈ પરત આપી દીધા હોવા છતાં ગઈકાલે બાયપાસ નજીક ઠાકોર હોટલ પાસે શાહબૂદીન સુરાણી અને હિંદુભાઈ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડે જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.