કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર રમૂજ પમાડે તેવા બેનરો લાગતા સોશ્યલ મીડિયામાં ધબધબાટી ટંકારા: ટંકારા મા કોંગ્રેસ દ્વારા બેનર વોર શરૂ કરવામાં આવી છે.કોગેસ આઈ. ટી. સેલે ચોકડી ને ચોરાહે વિકાસ ગાંડો થયા ના બેનરો લગાવતા લોકોમાં રમૂજ ફેલાઈ છે. ટંકારા કોંગ્રેસ આઈ.ટી.સેલ. દ્વારા વિકાસ ગાંડો થયો છે ના બેનરો મા રોડ રસ્તા,રખડતા રઝળતા ઢૉર જેવા મૂદા સાથે રમુજી બેનર લાગતા સોશ્યલ મિડીયા મા ભારે ચર્ચા જાગી છે કૉંગ્રેસ આઈ.ટી.સેલ ના પ્રમુખ ભાવિકભાઇ સીનોજીયા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ પરેશભાઇ ઉજરીયા આઈ.ટી.સેલ. ના મહામંત્રી નૈતિકભાઇ પટેલ પાટીદાર હિરો ગપીભાઇ પટેલ વગેરે હાજર રહી બેનરો લગાવ્યા હતા. આગામી દિવસોમાં કોગેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જ્યારે ટંકારા આવા ના છે ત્યારે આ બેનરોનો વોર શરૂ થઈ ગયો છે. [gallery ids='11044,11045,11046,11048,11049,11050']