- text
બર્મામાં હિન્દૂ-મુસ્લિમો સાથે થઈ રહેલા અત્યાચાર રોકવા જિલ્લા કલેકટરને આવેદન અપાયું
મોરબી: બર્મામાં (મ્યાનમારમાં) હજારોની સંખ્યામાં બાળકો,સ્ત્રીઓ અને માનવોની હત્યા કરી સેના દ્વારા અત્યાચાર આચરવામાં આવતા મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અત્યાચાર રોકવા માંગ કરવામાં આવી હતી.
સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આજે મોરબીમાં રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મ્યાનમારની સરકાર અને સેના દ્વારા હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ બહેનો અને બાળકો ઉપર થઈ રહેલ અત્યાચાર રોકી હિંસા અટકાવવા માંગણી કરવામાં આવી હતી.
વધુમાં બર્મામાં લશ્કરે આચરેલા આ કૃત્યને વખોડી કાઢી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભારત સરકાર સત્વરે આ હિસા રોકાવે તેવા પગલાં ભરવાની માંગણી પહોંચાડવા વિનંતી કરી હતી.
- text
- text