હળવદથી મોરબી આવતા સમયે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત મોરબી:હળવદથી મોરબી આવી રહેલા હાર્દિક પટેલના કાફલાને અકસ્માત નડતા છ લોકોને ઇજા પહોંચી હતી,તમામ ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજ ગઈકાલે હળવદથી મોરબી જિલ્લામાં સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયા બાદ હાર્દિક પટેલના કાફલાની એક ગાડીને અકસ્માત નડતા છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા,અચાનક બ્રેક મારતા સર્જાયેલ આ અકસ્માતમાં અંકિત પટેલ - હામપર,રાહુલ પટેલ - વડોદરા,કમલેશ પટેલ - ખાંભળા,પ્રિતેશ પટેલ - સોલડુ,નિલેશ પટેલ - હરીપર,ને ઇજાઓ પહોંચી હતી. વધુમાં ઈજા પામનારને મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પાટીદાર નેતા ગીતા પટેલ મનોજ કાલરીયા સહીતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા, જોકે તમામ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.