સવારે તાલુકા સેવા સદનમાં પોલીસને દોડા-દોડી કરાવી અંતે પકડી લેવાઈ મોરબી : મોરબીમાં માથાભારે શખ્સના ત્રાસથી આજે તાલુકા સેવા સદનમાં પીપળીની યુવતીએ એસિડ પી આત્મવિલોપન કરવા પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ મોરબી તાલુકા સેવા સદનમાં હેતલ આંબલિયા નામની પીપળી ગામની યુવતી એસિડના બાટલા સાથે દોડી આવી હતી.અને પોલીસને ભારે દોડધામ કરાવી હતી,જો કે સદનસીબે પોલીસે સમયસર યુવતીને ઝડપી લઈ અટકાયત કરી લેતા અનિચ્છનીય ઘટના બનતા અટકી હતી. વધુમાં પીપળી ગામની આ યુવતીને માથાભારે શખ્સ નાગજી ચૌહાણ નામનો વ્યક્તિ હેરાન કરતો હોય અગાઉ પણ આ મામલે પોલીસ ફરિયાદ કરી કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ આ શખ્સની સામે કાર્યવાહી ન થતા અગાઉ પરિવારજનો સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને આજે ફરી આ જ મુદ્દે આત્મવિલોપન નો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='10872,10873,10874,10875']