મોરબી : મોરબીમાં જન્મદિવસની પ્રેણાદાયી અને સાર્થક ઉજવણી કરવાની પરંપરા શરુ થઇ હોય તેવો હકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની પ્રેણાદાયી ઉજવણી કરવાની પહેલથી પ્રેરાઈને મોરબીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધા સાથે સંકળાયેલા તેમજ સમાજ સેવક તરીકે ઓળખાતા રાકેશભાઇ દેવજીભાઇ સાગઠિયાએ તેમના પુત્ર સાનિધ્યનાં પ્રથમ જન્મદિવસ નિમિતે મોરબીનાં વૃધ્ધાશ્રમમાં જઇ ત્યાં રહેતા વડીલો સાથે કેક કાપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અને બાદમાં તમામ વડીલોને મનગમતું ભોજન કરાવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10884,10882,10881,10886,10883,10879,10880,10885']