મોરબી:મોરબીના પાટીદાર ટાઉનશીપ વિસ્તાર નજીકથી પસાર થઈ રહેલી શંકાસ્પદ બોલેરો ગાડીમાંથી ગૌ રક્ષકોએ ૪ અબોલ જીવનો જીવ બચાવી આ ગાડી બી ડિવિઝન પોલીસને સોંપતા અબોલ પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના ૩ વાગ્યાના સુમારે એક બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં પાટીદાર ટાઉનશીપ પાસે યોજેલ માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ સામેથી નીકળતા કેમ્પમાં સેવા કરી રહેલ ગૌરક્ષકોને ગાડીમાં ગૌવંશ હોવાની શંકા જતા તેમણે ગાડીનો 3 કીમી સુઘી પીછો કરી ગાડી પકડી પાડી હતી. જો કે બોલેરો ગાડીના ચાલક બે લોકો ફરાર થવામાં સફળ રહા હતા. ગાડીમાં તપાસ કરતા તેમાંથી 2 ભેંસ અને 2 પાડા મળી આવ્યા હતા જે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવતા હોવાનું જણાતા આ બોલેરો ગાડી બી ડીવીઝન સ્ટેશનને સોપી કાયદેશરની કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે આ અબોલજીવને પાંજરાપોળ મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10718,10719,10720,10721']