- text
મોરબી : રેઢિયાળ મોરબી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી સ્ટાફના અભાવે આજે ચોંકાવનારી ઘટના ઘટી હતી અને એક દર્દીએ પગલપનની હદ વટાવી ગાયનેક વોર્ડમાં જઈ કપડાં કાઢી નાખતા હડકંપ મચી જવા પામી હતી.
- text
સૂત્રોના જણાવ્યા મોરબી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીએ આજે પાગલપનની હદ વટાવી આખે આખી સિવિલ હોસ્પિટલ માથે લીધી હતી, હદ તો ત્યારે થઈ જ્યારે આ વિકૃત શખ્સે ગાયનેક વોર્ડમાં જઇ પોતાના કપડાં કાઢી નાખ્યા હતા.
ગાયનેક વોર્ડમાં અચાનક ઘસી જઈ આ માથાફરેલા શખ્સે કપડાં ઉતરતા મહિલા દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી જોકે ગાયનેક વોર્ડના એક મહિલા સ્ટાફે હિંમત દાખવી આ વિકૃત શખ્સને પ્રસાદી આપી હતી અને બાદમાં દર્દીઓના સગાંવહાલાં એકત્રિત થયા હતા અને આ શખ્સને પકડી ફરી મેડિકલ વોર્ડમાં મૂકી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાગળ ઉપર સિક્યોરિટી સ્ટાફ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરતી સિવિલ હોસ્પિટમાં હકીકતમાં સિક્યોરિટી સ્ટાફ હાજર જ ન હોવાથી છાસવારે આવા બનાવો બની રહ્યા છે.
- text