મોરબી ફોટો-વિડીયો એસોસિએશન દ્વારા કરાશે સન્માન મોરબી:આગામી તા ૧૦ ને રવિવારે મોરબી ફોટો-વિડીયો એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું છે જેમાં વાંકાનેરના પ્રસિદ્ધ ફોટોગ્રાફર ભાટી.એન નું સન્માન કરવામાં આવશે. મોરબી ફોટો-વિડીયો એસોસિએશન દ્વારા રવિવારના રોજ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે સવારે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાનાર છે જેમાં વિશેષતઃ સુપ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ ભાટી.એનનું સન્માન કરવા નક્કી કરાયું છે.