108 એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ ખસેડ્યા ટંકારા:રાજકોટ મોરબી રોડ પર મિતાણા થી થોડે દૂર એક કાર રોડ નીચે ઉતરી પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમા ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર મિતાણા નજીક GJ03HR4163 નંબરની કાર પલટી ગઈ હતી અને કારમા સવાર બે રાજકોટના યુવાન બળદેવસિહ ઝાલા. ભરતભાઇ મેધાણી અને પડધરી ના અકબર હાલા નામના યુવાનને ઈજા થઈ હતી. બનાવ ની જાણ 108 ને થતા પાઈલોટ રાજુ દુબરીયા તાત્કાલીક પહોંચી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.