મોરબી:મોરબી તાલુકાના થોરાળા ગામના પૂર્વ સરપંચે ગામની સીમમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી નાખતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા નરેશભાઈ નાગજીભાઈ મેરજા (ઉ.૪૬)કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા જ નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં નરેશભાઈ સીમમાં ગયા હતા અને દવા પી લે તેમના પત્નીને પેટમાં દુખતું હોવાનું ફોનમાં જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહતી. જો કે તેમને ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગેની વિગતો બહાર આવી નથી આ ઘટના અંગે બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.