બસ રોકતા ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા મોરબીના મકનસર ગામે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટેએસટી બસમાં મુસાફરી કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મકનસર ગામે બસ ઉભી ન રહેતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત પણ કરી છે. તેમ છતાંતંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી આજે વહેલી સવારે વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ભારે ટ્રાફિક જામ થઇ ગયા બાદ ડેપો મેનેજર સાથે વાતચીત કરી મામલો થાળે પડ્યો હતો. [gallery ids='10467,10469,10470,10471']