સૂર્ય નમસ્કાર વેળાએ અકસ્માતે નીચે પડી ગયા મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં સાતમા માળેથી આજે વહેલી સવારમાં એક વૃદ્ધ અકસ્માતે નીચે પડી જતા વૃદ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલા જમના એપાર્ટમેન્ટમાં રહેતા કેશવલાલ દયારામભાઇ બાવાજી (ઉ.વ.૮૬) વાળા આજે સવારે પોતાના ફલેટમાંથી સૂર્ય નારાયણને અર્ગ દેતા હતા તે સમયે કોઇ કારણોસર તે સાતમાં માળેથી નીચે પડતા તેમને ગંભીર ઇજા થઇ હતી. વૃદ્ધને કોઇ સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજયું હતું. જેથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી. મોરબી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.