જોકે હડમતિયામાં 'માઁ નર્મદા મૈયા' નું સ્કુલની પાંચ બાળા દ્વારા તિલક કરી સન્માન જળવાયું ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયતના સરપંચશ્રી, સદસ્યોશ્રી તેમજ ગ્રામજનો દ્વારા 'નર્મદા રથયાત્રા' ના વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પાછળનો મુખ્ય હેતુ ફક્ત ગામના અણઉકેલ પ્રશ્નો જેવા કે પીવા માટે પુરતુ પાણી, લજાઈ થી હડમતિયાનો બિસ્માર રોડ, ખેતીને નડતરરૂપ પ્રદુષણયુક્ત સાબુની ફેક્ટરી બંધ કરાવવી,પાકવિમો, ઉજ્જવલા યોજના તળે મળતા ગેસ સિલિન્ડર, કસ્તુરબા યોજના તળે સગર્ભા નારીને મળતી સહાય, અેન.અેફ.અેસ.અે. (નેશનલ ફ્રુડ સિક્યોરીટી અેક્ટ) યોજના દ્વારા બાકી રહી ગયેલા પરિવારને લાભ જેવા અનેક પ્રશ્નનોનો બે-બે ગ્રામસભા યોજાઈ હોવા છતા અેક પણ પ્રશ્નનો નિકાલ નહી આવતા ગ્રામપંચાયત તેમજ ગ્રામજનોનો પારો આસમાને છે. ત્યારે સરકારશ્રી પ્રજાના પૈસે આવા તાયફા બંધ કરીને પ્રજાના પ્રશ્નનોનું તાકિદે નિરાકરણ લાવવા હડમતિયાના સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈ અે જણાવ્યું હતું. સાથે અે પણ જણાવ્યું હતું કે 'નર્મદા મૈયા' નું તિલક કરી સન્માન જળવાશે પણ ગ્રામપંચાયત પદાધિકારીઅો કોઈ હાજર ન રહીને વિરોધ દર્શાવશે. જયારે નર્મદા યાત્રા સજનપર ગામે પહોંચી ત્યારે ગામના પાટીદાર યુવાનોએ ધારાસભ્ય બાવનજી મેતલિયાનો ઘેરાવ કરી હાર્દિક પટેલની ધરપકડ બાબતે રજૂઆત કરી હતી.