ટંકારા : સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી લોકો ગણેશચતૂર્થી થી પૂજા, અર્ચના, વિવિધ કાર્યક્રમો દ્વારા ગજાનનની ભક્તિ કરી હતી. આજે ગણેશ વિસર્જન માટે ઠેર ઠેર વાજતે ગાજતે 'અગલે બરસ તું જલ્દી આના' નારા સાથે વિસર્જનની વિધિ પૂર્ણ કરે છે. જયારે ટંકારા તાલુકાનાં સૌથી મોટા સિદ્ધિ વિનાયક કા રાજા, રાધા ક્રુષ્ણ કા રાજા, આશર પરીવાર કા રાજા સહિતનાં ઘરે ઘરે બિરાજતા ગણેશની મૂર્તિનાં વિસર્જન માટે આજે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. તેમજ સિદ્ધિ વિનાયક કા રાજાઆ સંચાલક અરવિંદભાઇ બારૈયાએ ગ્રુપનાં તમામ સભ્યોને આ આયોજન સફલ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10229,10230,10231,10232']