મોરબી : ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવા આવી હતી કે જન્માષ્ટમી પહેલા વિમાની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવશે. તેમ છતા હજુ સુધી કોઈ પણ જાતની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા જગતનો તાત નિરાશ બની ગયો છે. આ વર્ષે અતિભારે વરસાદના કારણે મોરબી તેમજ ટંકારા તાલુકામાં જમીન ધોવાણ પણ વધુ થયેલ. નુકશાની અને વિમાની તાત્કાલિક ધોરણે ચુકવવાની ટંકારા તાલુકાના સામાજિક કાર્યકર અને ખેડુત પુત્ર ગૌતમભાઈ વામજાએ માંગ કરી છે [gallery ids='9962,9961']